ચલથાણ : વરેલી ગામે મહિલા ઉપર સળિયા વડે જીવલેણ હુમલો

પલસાણા તાલુકાનાં વરેલી ગામ ખાતે ગતરોજ ગાંજા નો ધંધો કરતા એક ઇસમે મહિલા ઉપર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો મહિલાને માથાના ભાગે ઇજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના ની જાણ સ્થાનિક કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ ને થતા આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
પલસાણા તાલુકાનાં વરેલી ગામ શાંતિ નગર ખાતે એક મહિલા પાનનો ગલ્લો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા એક મહિનાથી એ જ વિસ્તારમાં ગાંજાનો વેપાર કરતો ધીરેન્દ્રસિંગ મહિલાને હેરાન કરતો હતો ગતરોજ ધીરેન્દ્રસિંગ નશામાં ધૂત થઈને મહિલા પાસે આવી સિગરેટની માંગણી કરી હતી અને અગમ્ય કારણોસર મહિલાને અભદ્ર શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો એ અરસામાં મહિલાએ તેને શાંત રહેવા જણાવ્યું હતું પરંતુ વધારે ઉશ્કેરાઈને મહિલાને માથાના ભાગે સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો સળિયા વડે હુમલો કરતા જ મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે થી નહી અટકતા ધીરેન્દ્રસિંગે મહિલાને લાકડી વડે મારમાર્યો હતો આ ઘટના બનતાની સાથે લોકટોળું એકઠું થઈ જતા ધીરેન્દ્રસિંગ ત્યાંથી ભાગી છૂટ્યો હતો જોકે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.