ચલથાણ : સુરત ગ્રામ્ય એલ.સી.બી ની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત ગ્રામ્ય એલ.સી.બી ટીમ દ્વારા કારમાં ગુપ્ત ચોરખાના બનાવી દમણ થીં સુરત વિદેશી દારૂ લઈ જતાં ઈસમને પલસાણા તાલુકાનાં કરણ ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિર્દેશક સુરત તથાં પોલીસ અધિક્શક સુરત ગ્રામ્ય નાઓના જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા તેમજ આવાં ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત એલ.સી.બી.શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે.ખાચર સાહેબ શ્રી માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા અસરકારક કામગીરી કરવા પેટ્રોલીંગમાં હતાં જે દરમિયાન એલ.સી.બી શાખાનાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિપક આનંદરાવ તથાં હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિલાલ ને સંયુકત રીતે બાતમી મળતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી મારૂતી વેગનઆર  GJ -૧૫-CG -૬૪૪૧ નંબર ની કારમાં વિદેશી દારૂ લઈને સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમી આધારે કરણ ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ખતેશ્વર હોટલ સામે વોંચ ગોઠવવામાં આવી હતી જે કાર ને રોકવામાં આવતાં તપાસ કરતાં કારની વચ્ચેની સીટ નીચે ગુપ્ત ચોરખાનુ બનાવી વિદેશી દારૂ મળી આવ્યો હતો કાર ચાલક ઈસમ એવાં સંજયભાઇ ચદુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૮ રહે પ્લોટ નંબર ૪૪૯ વિજ્યાનગર - ૨,હિરાનગર, ઉધના, સુરત નો હોવાનું જણાવ્યું હતું દારૂ દમણ થીં સુરત આપવાં જવાનો હોવાનું જણાવ્યું હતું જેથી ઝડપાયેલાં આરોપી સહિત માલ ભરાવનાર તેમજ મંગાવનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપી સંજય પાસેથી રુપિયા ૪૭ હજાર ૪૦૦ નો વિદેશી દારૂ, એક મોબાઇલ કિંમત રુપિયા ૧૦ હજાર મારૂતી વેગનઆર કાર કિંમત રુપિયા એક લાખ મળી કુલ એક લાખ ૫૭ હજાર ૮૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.