જેતપુર : પ્રેમગઢ ગામે કોરોના માટે નું કોવિડ કેર સેન્ટર બનાવાયું

કોરોનાના કેસ હવે દેશના ગામડે ગામડે પોહોંચી ગયો છે ત્યારે ગામડાના લોકો પણ હવે આ મહામારી સામે તાત્કાલિક લડવા માટે ની તૈયારી શરૂ કરી દીધી છે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નાના એવા પ્રેમગઢ ગામે તો કોરોના માટે નું કોવિડ કેર સેન્ટર જ ગામમાં બનાવી નાખ્યું અને લોકોને અહીં ઓક્સિઝન સાથેની સારવાર પણ ઉપલબ્ધ કરી છે
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જાય છે હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે જગ્યા મળવી અને એક બેડ મળવો મુશ્કેલ છે, કોરોનાનો હાલ નો જે સ્ટ્રેન છે તેમાં મોટા ભાગના દર્દીને ઓક્સિઝન ની કમી વર્તાય છે ત્યારે ઓક્સિઝનની સુવિધા સાથે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, બીજી લહેર ના કોરોના ના કેસ હવે ગ્રામ્ય વિસ્તાર માં વધુ દેખાઈ રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને હોસ્પિટલ માં સારવાર મેળવી વધુ મુશ્કેલ પડી રહી છે ત્યારે જેતપુર તાલુકા ના નાના એવા પ્રેમગઢ ગામ ના લોકો અને ગ્રામપંચાયત દ્વારા એક ઉદારણીય પગલું ભર્યું છે સરકાર ના ભરોસે નહિ રહી ને ગ્રામપંચાયત દ્વારા અહીં ની શાળા માં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માં આવ્યું છે અહીં 10 બેડ ના કોવિડ કેર સેન્ટર માં દર્દી માટે ઓક્સિઝન સાથે ના બેડ અને જરૂરી દવા સાથે જમવા અને નાસ્તાની ની પણ વ્યવસ્થા કરવા માં આવી છે, સાથે સાથે જે કોરોના ના દર્દી છે તેને ડોકટર નું માર્ગદર્શન મળી રહે તે પણ વ્યવસ્થા છે, અહીં MD ડોકટર સવાર અને સાંજ ખાસ વિઝીટ કરે છે અને જરૂરી તમામ સારવાર આપવા આવી રહી છે, પ્રેમગઢ ગામ ના લોકો ને જો તાત્કાલિક ઓક્સિઝન સાથે સારવાર જરૂર પડે તો અહીં દાખલ કરવા માં આવે છે અને પૂરતી તકેદારી રાખવા માં આવી રહી છે અહીં 10 વ્યક્તિ ઓ 24 કલાક સેવા આપી રહ્યો છે અને કોરોના દર્દી ને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, હાલ તો આ કોવિડ સેન્ટર પ્રેમગઢ સહિત ના આસપાસના ગામડા ઓ માટે પણ આશીર્વાદ સમાન બની ગયું છે