જેતપુર : લોકોનું આસ્થાનું પ્રતીક જલારામ મંદિરને ફરી થી ખુલ્લું મુકાયું

આજે 65 દિવસ બાદ વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, જલારામ બાપાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને આનંદ અનુભવ્યો હતો દેશ ભરમાં કોરોનાને લઈ ને તમામ મંદિરોમાં દર્શન બંધ હતા ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલ અને લોકોનું આસ્થાનું પ્રતીક એવા જલારામ મંદિર ને પણ બંધ કરવામાં આવ્યું હતું જે આજે 65 દિવસ એટલે કે બે મહિના અને 5 દિવસ બાદ ફરી થી ભક્તોમાં દર્શન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તોને દર્શન કરવા માટે સવારે 7 થી 1 અને બપોરે 3 થી સાંજ ના 7 વાગ્યા સુધી ખુલા રહેશે સાથે સાથે ભક્તો એ દર્શન કરવા માટે ટોકન લેવું ફરજીયાત કરવામાં આવ્યું છે બાપાના દર્શન કરવા માટે ભક્તોએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવા નું રહેશે અને ટોકન આપી ને પછી તેવો મંદિર માં જલારામ બાપા ના દર્શન કરી શકશે, મંદિર માં પ્રવેશે સમયે ભક્તો એ સોસીયલ ડિસ્ટનસિંગ નું કડક પાલન કરવા ના આવે છે સાથે સાથે માસ્ક, સેનિટાઈઝર કરી અને પછી મંદિર માં પ્રવેશ આપવા માં આવે છે આજે 65 દિવસ બાદ જલારામ બાપા ના દર્શન શરૂ થતાં બાપા ના ભક્તો માં પણ અનેરો આંનદ જોવા મળ્યો હતો અને બાપા ના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી