જૂનાગઢ : ST મજદૂર સંઘ દ્વારા આગામી ચૂંટણીમાં વરાયેલા લોકોનું સન્માન

જૂનાગઢ જિલ્લાના કેશોદ એસટી મજદૂર યુનિયન દ્વારા કેશોદ તાલુકાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ જિલ્લા પંચાયતના નવા વરાયેલા દિનેશભાઈ ખટારિયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કાળુભાઈ દેત્રોજા તેમજ ઉપપ્રમુખશ્રી દેવાભાઈ ભાઈ તેમજ સર્વ જ્ઞાતિ પ્રમુખ શ્રી હરદેવસિંહ રાયજાદા એસટી ડેપો મેનેજર શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ પ્રતિ શ્રી ભગત ભાઈ પીપલીયા તેમજ અન્ય લોકો ને એસટી મજદૂર યુનિયનના શ્રી સિધ્ધરાજસિંહ રાય જાદા અને દેવાયત ભાઈ સોલંકી દ્વારા આજરોજ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું અને તમામ આવનાર મહેમાનો નું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું તમામ કાર્યક્રમ શ્રી ભુપેન્દ્ર ભાઈ જોશી દ્વારા હેન્ડલ કરાયો હતો