જૂનાગઢ : કેશોદમાં સી.આર પાટીલની ચુંટણી સભા યોજાઈ

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું કેશોદ એરપોર્ટે સ્વાગત બાદ સભા સ્થળ સુધી બાઈક રેલી યોજાયા બાદ સભા યોજાઈ તમામ ઉમેદવારો વિજેતા થાય તેવી આશા વ્યક્ત કરી હતી
કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરાેળ રાેડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સભા સંદર્ભે કાર્યકરાેમાં વીવીઆઇપી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગાે પર ઝંડાઓ લગાવીપ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સીઆર પાટિલના એરપાેર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ એરપોર્ટથી સભા સ્થળ સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી શણગારેલી ખુલ્લી જીપમાં સીઆર પાટીલ સાંસદ સભ્યો ધારાસભ્યો સહીત સભા સ્થળે પહોંચ્યા હતા
સીઆર પાટીલે જણાવ્યું હતું કે કાર્યકરોનો ઉત્સાહ જોઈ તમામ સીટો ઉપર ભવ્ય વિજય મેળવશે