જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાનું પર્સ પોલીસે માલિક સુધી પહોંચાડ્યું

સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા નું કીમતી ડોક્યુમેન્ટ અને પૈસા ભરેલ પર્સ પડી જતાં પોલીસે મૂળ માલિક સુધી પહોંચાડ્યું
પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક કરતું જૂનાગઢ જિલ્લા પોલીસ, આ સૂત્ર એટલે બોલવું પડે છે કે પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ કોવીડ સેન્ટર પાસે ફરજ પર રહેલા વંથલીના પી.એસ.આઇ બી.કે ચાવડા અને સ્ટાફને એક ૨૨ હજાર રોકડા અને કીમતી ડોક્યુમેન્ટ સાથેનું એક પાકીટ મળી આવ્યું હતું જ્યારે પોલીસે તે ડોકયુમેન્ટના આધારથી મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી તારે અંતે પોલીસ દ્વારા મૂળ માલિક સુધી આ પાકીટ પહોંચાડવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલ તેના સગાં ભાગદોડમાં પાકીટ પડી ગયું હતું જેમાં ૨૨ હજાર રોકડા અને કીમતી ડોક્યુમેન્ટ હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા વંથલીના પીએસઆઇ બી.કે ચાવડા અને સ્ટાફ દ્વારા મૂળ માલિક સુધી તેમનું પર્સ આપી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક કર્યું છે જ્યારે પર્સના માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો