જસદણ : 18 થી 44 વર્ષ ના લોકોને વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજાયો

શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત કોલેજ ખાતે 18 થી 44 વર્ષ ના લોકોને વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજાયો.
સરકાર શ્રી ગાઈડલાઈન મુજબ હાલ દેશ ભરમા કોરોના મહામારી સામે લડત આપવા માટે વેક્સિન આપવાની કામ ગીરી હાથ ધરવામા આવી છે ત્યારે જસદણ શહેર સહિત તાલુકા ભરમા પણ વેક્સિન આપવા માટેની પુર જોષમા કામ ગીરી ચાલી રહી છે ત્યારે જસદણના લાતી પ્લોટ મણીનગર વિસ્તારમા આવેલ શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત કોલેજ ખાતે જસદણ અર્બન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18 થી 44 વર્ષ ના લોકોમાટે રસીકરણનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઘણા લોકોએ રસીકરણ નો લાભ લીધો હતો. 18 થી 44 વર્ષ ના લોકોએ વેક્સિન લેવામાટે સૌપ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનુ હોઈ છે અને ત્યારે બાદ બીજા દિવસે રસીકરણ આપવામા આવે છે
વધુમા જસદણ અર્બન આરોગ્ય વિભાગના ભરતભાઈ ચાવડા એ જણાવ્યુ હતુ કે જે લોકોએ વેક્સિન લીધી છે તેવા લોકોને કદાચ કોરોના થાય તો પણ તેની ઈફેક્ટ થતી નથી માટે ખોટી અફવાઓથી દુર રહી ઘરના દરેક વ્યકતીએ કોરોના થી બચવા માટે વેક્સિન અવસ્ય લેવી ખુબજ જરૂરી છે.