ડાંગ જિલ્લાની ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ બની પોલીસ નાયબ અધિક્ષક

ડાંગ જિલ્લાની ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ બની પોલીસ નાયબ અધિક્ષક

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18 મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે
આદિવાસીઓ માટે રાજ્યમાં કરોડો રૂપિયાના બજેટનું પ્રાવધાન છે છતાં રાજ્યના આદિવાસીઓ ડાંગ જિલ્લામાં મૂળભૂત સુવિધાથી વંચિત છે ગુજરાતને વિશ્વમાં સમ્માન અપાવનારી સરિતા ગાયકવાડના ફોટાઓ રાજ્યના મુખ્યમંત્રી સહીત વિશ્વ પ્રસિદ્ધ હસ્તિયોં સાથે છે તેવી તેની ઓળખ છે છતાં પોતાના ગામમાં જવા માટે તેને 1 કિલો મીટર પગપાળા જવું પડે તેવી પરિસ્થિતિ છે એ પણ જંગલના રસ્તેથી પસાર થઇ જવું પડે છે
સરિતાબેન લક્ષ્મણભાઇ ગાયકવાડનો જન્મ જૂન 1994માં ગુજરાતના આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામમાં થયો છે આદિવાસી પરિવારમાં જન્મેલી આ દીકરીને રમત ગમતમાં ખુબજ વિશેષ રૂચી છે તેને 2010 માં રાજ્ય સ્તરે ખો - ખો હરીફાઈમાં ભાગ લીધો હતો
સરિતા ગાયકવાડની 2018 માં 400 મીટર દોડમાં ભારતીય મહિલા ટિમમાં પસંદગી થઇ હતી. જે ગુજરાતથી પસંદ થનારી પહેલી મહિલા ખેલાડી હતી. તેણે 400 મીટર રીલે દોડમાં દેશને સ્વર્ણ પદક અપાવ્યું હતું। જે સ્પર્ધામાં દેશની અન્ય ત્રણ મહિલા ખેલાડીઓ એમ આર પુવમમા, હિમાંદાસ અને વી કે વિસ્મયાનો પણ સમાવેશ થયો હતો. ફાઇનલ સ્પર્ધામાં સરિતા ગાયકવાડે સ્વર્ણ ચંદક મેળવ્યું હતું। આ જીતથી કોમનવેલ્થ રમતમાં ભારત દેશનું નામ રોશન થયું હતું। તે ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે
કોરોના સંકટમાં ભીષણ ગરમીઓમાં ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં જળ સંકટની સમસ્યા ઉદભતી હોઈ છે એવાજ ડાંગ જિલ્લામાં દેશનું નામ રોશન કરનાર ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડને એક કિલોમીટર દૂર કુવામાંથી પાણી લાવીને પોતાની તરસ છીપાવા મજબુર બનવું પડ્યું હતું। ડાંગ જિલ્લામાં બહુ વરસાદ થાય છે છતાં પણ ગરમીમાં પાણીની બહુ સમસ્યા સર્જાય છે અહીં સરકાર તરફથી ડેમ બનવાનું કામ શરુ થયુ છે પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી.