ડભોઇ : ગરનાળામાં ચોમાસા વિના જ ઘૂંટણ સમા પાણી ભરાયા

ડભોઇ તાલુકાના વઢવાના ગામ નજીક થી છોટાઉદેપૂર બોડેલી રેલ્વે બ્રોડગેજ લાઇન નાખવામાં આવી છે સાથે જ હાલ માં આ ટ્રેક ઉપર વીજવાયરો થકી ટ્રેન દોડી શકે તે માટે વાયરો પણ નાખવામાં આવ્યા છે હવે વઢવાના ગામ થી પાનખર અને અન્ય પાંચ જેટલા ગામો માં જવા માટે એક માત્ર ગરનાળું બનાવાયું છે જેમાં ચોમાસા વિના જ ગુટન સામા પાણી ભરાઈ ગયા છે જેને પગલે પાનખર સહિત 5 ગામ ના રહીશો ને અવાર જવર કરાવા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલીક વખત પાણી વધારે હોવાથી સ્થાનીકો ને અવર જવર કરવા જીવના જોખમે રેલ્વે ટ્રેક ઉપર થી મોટર સાઇકલ પસાર કરવી પડતી હોય રેલ્વે તંત્ર સ્થાનીકોની વાત સાંભળી ગરનાળા માં પાણી ભરાય નહીં તે માટે યુધ્ધ ના ધોરણે કામ કરે તેવી માંગ ઉઠવા પામી છે.
ડભોઇ તાલુકાના વઢવાના ગામ નજીક થી સંખેડા, બોડેલી, છોટાઉદેપુર જવા માટે રેલ્વે તંત્ર દ્વારા આશરે 3 વર્ષ પૂર્વે બ્રોડગેજ લાઇન નાખવામાં આવી હતી. જેતે સમયે એક ગામ માં થી બીજા ગામે રેલ્વે ટ્રેક ક્રોસ કરી જવું ના પડે તે માટે ગરનાળાના નિર્માણ પણ કરવમાં આવ્યા છે પણ આ ગરનાળામાં સમયંતરે પાણી ભરાઈ જતાં હોવાથી સ્થાનીકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આવું જ વઢવાના થી પાનખર અને અન્ય 5 જેટલા ગામો ને જોડતું એક માત્ર ગરનાળામાં વગર વરસાદે ગુટન સામા પાણી ભરાઈ જતાં સ્થાનીકો જીવ ના જોખમે મોટરસાઇકલ રેલ્વે ટ્રેક ઉપર થી પસાર કરવા મજબૂર બન્યા છે તો ગરનાળા આગામી ચોમાસામાં એક ટ્રેક્ટર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જતું હોય છે તેવામાં પાનખર સહિત 5 ગામ ના રહીશો ને ટ્રેક ક્રોસ કરવા ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. રેલ્વે પ્રસાસણ ને અવાર નવાર રજૂઆત કરવા છતતા કોય કાર્યવાહી થતી ન હોય સ્થાનીકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આગામી સમય માં જો રેલ્વે તંત્ર ગરનાળા માં ભરતા પાણી ની સમસ્યા નો નિકાલ નહીં લાવે તો ગાંધી ચીનધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.