ડભોઇ : નોબલ પબ્લિક સ્કૂલ ખાતે સંસ્થા દ્વારા સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ

ડભોઇ તાલુકાના મોટાહબીપુરા ગામે આવેલ નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લિક સ્કૂલ ખાતે સંસ્થા દ્વારા સ્કોલરશીપ પરીક્ષા 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માં પ્રવેશ મેળવતા વિધ્યાર્થીઓ ને આ પરીક્ષા ના માધ્યમ થી જેને ઉતીર્ણ ટકાવારી આવી હસે તેને ફી માં માફી સાથે પ્રવેશ આપવામાં આવશે નું પ્રમુખ એ.એ.માધવાણી દ્વારા જણાવાયું હતું.
શિક્ષણ દિન પ્રતિદિન મોઘું થતું જય રહ્યું છે તેવામાં અભ્યાસ માં રસ ધરાવતા અને મધ્યમ તેમજ ગરીબ વર્ગ ના બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે તે માટે ડભોઇ તાલુકાની મોટાહબીપુરા ગામે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ના સંચાલક એ.એ.માધવાની દ્વારા ખાસ સ્કૉલરશીપ પરીક્ષા 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 10 ના 70 જેટલા વિધ્યાર્થીઓ ભાગ લીધો હતો પરીક્ષા ના આયોજન પાછળ નો મુખ્ય હેતુ ધોરણ 12 પછી પ્રવેશ માટે લેવાતી જે.ઇ.ઇ., જેવી પરરીક્ષાઓ થી માહિતગાર થાય અને મધ્યમ વર્ગ ના વાલીઓ સ્કૉલરશીપ મેળવી શારી શાળાઑ માં ભણાવી શકે તે માટે શાળા એ પણ 95% લાવનાર વિધ્યાર્થીને સંપૂર્ણ ફી માફી, 90 % થી વધુ લાવનાર વિધ્યાર્થીને 50% ફી માફી જે આલગ અલગ નિધારીત કરેલ ટકાવારી મુજબ સ્કૉલરશીપઆપી ફી.માફી આપવામાં આવશે નું પ્રમુખ એ.એ.માધવાની દ્વારા જણાવાયુ હતું. સાથે સંપૂર્ણ પરીક્ષા કોરોના ગાઈડલાઇન મુજબ સેનેટાઇઝર માસ્ક, અને સોસિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે લેવામાં આવી હતી.