ડભોઇ : નર્મદા ડેમના પાણી થી વઢવાના સિંચાઇ તળાવ ભરવાનું શરૂ થયું

ડભોઇ તાલુકા નું ઐતિહાસિક અને ડભોઇ અને સંખેડા તાલુકાના 22 ઉપરાંત ગામોમાં 7000 એકર જમીન માં ડાંગર જેવા પાક ને સિંચાઇ નું પૂરું પાડતું ગાયકવાડી સાસનકાળ નું વિશાળ વઢવાના સિંચાઇ તળાવ માં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના વરદ્દ હસ્તે આજ થી નર્મદા ડેમ ના 150 ક્યુસેક પાણી રોજ છોડી તળાવ ને ભરવા કાર્યવાહી હાથ ધરતા વઢવાણા આસ પાસ ના 22 ઉપરાંત ગામ ના ખેડૂતોમાં આનંદ પ્રશરી જવા પામ્યો હતો.
ડભોઇ તાલુકાનું વઢવાના સિંચાઇ તળાવ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે હાલ આ તળાવ માં જોજવા ડેમ તેમજ વરસાદી પાણી થી તળાવ ભરાયેલું હતું જે હવે ખાલી થવા આવ્યું છે ત્યારે આસ પાસ 22 જેટલા ગામો ના 7000 એકર જમીન માં ખેતી માટે સિંચાઇ ના પાણી પૂરા પાડવા દર વર્ષ ની જેમ ચાલુ સાલ પણ તળાવ ખાલી થતાં ખેડૂતો ને હાલાકી ન પડે તે માટે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પ્રયત્નો થી નર્મદા ડેમ ના પાણી થી તળાવ ભરવાનું શરૂ થયું હતું આ પ્રસંગે ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે ગેટ ખોલી નર્મદા ના પાણી વઢવાના સિંચાઇ તળાવ માં છોડવામાં આવ્યા છે રોજ 150 ક્યુસેક જેટલું પાણી વઢવાણા સિંચાઇ તળાવ માં આવશે જેથી ડાંગર જેવા પાક 7000 એકર જમીન માં દરૂ નાખવા માટે ઉપયોગી બની રહેશે તો આ પ્રસંગે સીમાળીયા સીટ ઉપર થી જિલ્લા પંચાયત પર વિજય બનેલ ભાજપ ના ઉમેદવાર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ સહિત આસ પાસ ના ગામ ના ખેડૂતો મોટી સંખ્યા માં વઢવાણા ખાતે હાજર રહ્યા હતા જ્યાં ખેડૂતો ને સંબોધતા ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા જણાવાયું હતું કે ગાયકવાડ સરકાર દ્વારા ખેડૂતોને આશીર્વાદ સમું વઢવાણા સિંચાઇ તળાવ બનાવાયું છે અને ગુજરાત સરકાર ખેડૂતો ની પડખે સદાય રહેશે જરૂર પડે ઉપર સુધી દરેક નાગરીકની વાત પહોચાડી ખેડૂતો ને તકલીફ નહીં પડે તે માટે સદાય કામ કરતાં રહીશું નું જણાવ્યુ હતું. આગામી સમય માં હવે વઢવાના સિંચાઇ તળાવ ના આસ પાસ ના 22 જેટલા ગામો ને નર્મદાનું પાણી મળી રહેશે અને ડાંગર ના પાકના ઉદ્પ્તાદન માટે ઉપયોગી થઈ રહેશે જેને પગલે ખેડૂતો માં આનંદ ની લહેર જોવા મળી હતી.