દ્વારકા : ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાવલ તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોને વર્તુ 2 ડેમનું સિંચાઈનું પાણી મળતા ઉનાળુ પિયત માટે ખેડૂતો માટે આનંદના સમાચાર મળ્યા છે
રાવલ તેમજ આસપાસ વિસ્તારમાં ગત ચોમાસામાં ભારે વરસાદના પગલે જમીનનું વ્યાપક ધોવાણ થયું હોય પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હતો ત્યારે ખેડૂતો માટે ઉનાળુ પિયત માટે સિંચાઈનું પાણી મળે તે ખૂબ જરૂરી હતું ત્યારે 30 ગામના નદી કાંઠાના ખેડૂતોએ સામુહિક 2 લાખ 10 હજાર રૂપિયા ભરતા વર્તુ 2 ડેમમાંથી 100 MCFT પાણી છોડવામાં આવ્યું હતું
વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય ધસમસતા પાણીના પુર રાવલ સુધી આવી પહોંચ્યા હતા જેને લઈ ઉનાળામાં નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી રાવલની નદીઓમાં છલકાતા પાણીએ ખેડૂતોના ચેહરમાં રોનક લાવી હતી
વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ સુધી નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો માટે ઉનાળુ પિયત જેવી કે બાજરો તલ જેવા પાકો માટે નવી આશાઓની કિરણ લાવી હતી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા સારા પાકની ખેડૂતોમાં આશા જન્મી છે 30 ગામોના નદી કાંઠાના ખેડૂતો માટે ફાયદાકારક આ સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતો બેઠા થઈ શકશે ઉનાળુ પિયત લઈને ખેડૂતો ચિંતામાં હતા ત્યારે સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે