દેશના સૌથી વધુ 10 પ્રદુષિત શહેરોમાં દિલ્હી નથી

દેશના સૌથી વધુ 10 પ્રદુષિત શહેરોમાં દિલ્હી નથી

દેશની રાજધાની દિલ્હીના પ્રદુષણે સમગ્ર દેશમાં ગભરાટ ફેલાવી દીધો છે. માત્ર દિલ્હીની જ નહિ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોની હાલત પણ અત્યંત ખરાબ છે. હવાની ખરાબ ગુણવત્તાના મામલામાં હરીયાણાના શહેરો પણ પાછળ નથી. ઈન્ડીયા ટુડેના ડેટા ઈન્ટેલીજન્સ યુનિટે આંકડાનું વિશ્લેષણ કરી જણાવ્યુ છે કે દિલ્હી ભારતના ટોપટેન પ્રદુષિત શહેરોની યાદીમાં બહાર છે.
આંકડા જણાવે છે કે હરીયાણાના જીંદ શહેરના લોકોએ સરેરાશથી સૌથી ખરાબ શ્વાસ લીધા હતા. જે દરમિયાન તેની સરેરાશ 448 રહી હતી. કુલ મળીને ગઈકાલે 15 એવા શહેર હતા જેમની સરેરાશ એકયુઆઈ 400 થી વધુ હતી. આમાથી 9 તો યુપીના હતા અને 5 હરીયાણાના શહેરો હતા. સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં યુપીના બાગપતનો ત્યાં એર કવોલીટી ઈન્ડેક્ષ 440 નોંધાયો હતો. ગાઝીયાબાદમાં 440, હાપુડમાં 436, લખનઉમાં 435, મુરાદાબાદમાં 434, નોઈડામાં 430, ગ્રેટર નોઈડામાં 428, કાનપુરમાં 427 અને હરીયાણાના સીરસામાં 426 હતો.
કુલ 97 શહેરોનું વિશ્લેષણ કરાયુ હતુ જેમાંથી ફકત 4 એવા શહેરો હતો જ્યાં ચોખ્ખી હવા હતી. જેમાં કેરળના કોચી શહેરના ઉપનગર એલુરની હવા સૌથી સારી હતી. તેની એર કવોલીટી ઈન્ડેક્ષ 25 હતો. આ ઉપરાંત થાણે 45, તિરૂઅનંતપુરમ 49 અને રાજસ્થાનના કોટામાં 50 નોંધાયો હતો.