ધાનેરા : પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

જે.આર.મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજ તેમજ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્‍ગલ નાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ નાઓની માર્ગદર્શન હેઠળ આજ રોજ પો.સ.ઇ. એ. કે.દેસાઇ પાંથાવાડા પો.સ્‍ટે.નાઓ પોલીસ સ્‍ટાફના અ.પો.કોન્‍સ અમરતભાઇ હાથીભાઇ તથા આ.પો.કો. અશોકભાઇ બાબુભાઇ તથા આ.પો.કોન્‍સ. તેજશભાઇ મોતીભાઇ નાઓ નાઇટ રાઉન્‍ડ દરમ્‍યાન મળેલ બાતમી હકીકત આધારે વકતાપુરા પરબડી ત્રણ રસ્‍તા પાસે સ્‍વીફટ VDI ગાડી નંબર GJ.31.A.2720 ની નાકાબંધીમાં હતા. દરમ્‍યાન સદરી હકીકતવાળી ગાડી આવતાં સદરી ગાડીના ચાલકને ઉભી રાખવા ઇશારો કરતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ અને ખીંમત તરફના રોડે ભગાડતાં તેનો પીછો કરતાં વાછડાલ થઇ લાખણાસર તરફના રોડે ભગાડતાં લખણાસર પીકઅપ સ્‍ટેન્‍ડ પાસે રોડ ઉપર ગાડીનો ચાલકે ગાડી મુકી નાસી ગયેલ અને ગાડીમાંથી .કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથ બિયરની કુલ બોટલ નંગ-૭૬૫ કુલ કિમત રૂપિયા ૧,૦૮,૧૭૫/- તથા સ્‍વીફટ ગાડી કિમત રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૨૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૫,૧૦,૬૭૫/- નો મુદામાલ મળી આવતાં ચાલક વિરૂધ્‍ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.