ધોરાજી : ધુળેટીનો તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યુ

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધુળેટીનો તહેવારને આડે એક જ દિવસ બાકી હોય ત્યારે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય એવું લાગી રહ્યું છે
હોળી અને ધૂળેટીનાં ઉત્સવોમાં દર વર્ષે લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવાં મળતો હોય છે કારણકે હોળી ની રાત્રે હોલિકા દહન કરી પુજા અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરવાનો દિવસ હોય છે તો બીજા દિવસે રંગો સાથે સ્નેહીજનો મિત્રો સાથે રંગો થી રમવાનો પર્વ હોય છે ત્યારે આ ધુળેટી ને કોરોના નું ગ્રહણ લાગ્યુ હોય એવું લાગી રહ્યું છે પિચકારી કલર અવનવી વેરાયટી ઓ નો લાખો રૂપિયા માલ પોતાની દુકાન માં ભરેલ હોય પણ કોરોના મહામારી ને પગલે હાલ જોઈ એ તેવી ગ્રહાકી જોવાં મળી નથી જેથી વેપારી ઓમાં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું છે તંત્ર દ્વારા તહેવાર મનાવવાની મનાઈ ફરમાવી છે ત્યારે કોરોના વાયરસ ને પગલે પણ જનતા માં પણ ભય જોવા મળ્યો છે ત્યારે ધુળેટી નો એક જ દિવસ બાકી હોય ત્યારે પણ બજાર માં ગરમાવો આવ્યો નથીં જેથી વેપારી ઓને પણ પોતાનો માલ પડતળ પડયો રહેશે તેવી ચિંતા સતાવી રહી છે