ધોરાજી : સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ સેન્ટરમાં ફ્રૂટના જ્યુસનું વિતરણ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે 80 ની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ ચાલુ છે અત્યારે આ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ્યુસ સેવન કરવું જોઇએ ત્યારે ધોરાજીના શિવમ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અલગ-અલગ પ્રકારના ફ્રૂટના જ્યુસનું વિતરણ કરવામાં આવે છે દસ લોકોની ટીમ સાથે યુવાનો બપોરના ચાર વાગ્યે 100 બોટલ જ્યુસ બનાવી અને દરરોજ સરકારી હોસ્પિટલ ખાતે કોડ દર્દીઓને પહોંચાડવામાં આવે છે આ તકે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટિયને શિવમ ગ્રુપનો આભાર માન્યો હતો.