નવસારી : સિક્કિમના સીએમ પ્રેમસિંહ તમંગ દાંડીયાત્રામાં જોડાયા

દાંડીયાત્રા આજે નવસારી જિલ્લામાં સવારે પ્રવેશ્યા બાદ ધામણ ગામે બપોરના સમયે રોકાઈ હતી જે બાદ સાંજે સિક્કિમના સીએમ પ્રેમસિંહ તમંગ તેમજ તેમનું મંત્રી મંડળ અને ધારાસભ્યો આ દાંડીયાત્રામાં જોડાયા હતા જોકે ઉપસ્થિત લોકોને સંબોધતા સીએમ પ્રેમસિંહ તમંગે ગુજરાતમાં આવવાનું મળ્યું અને ખાસ કરીને દાંડિયાત્રામાં જોડાવાનું મળ્યું એ મારૂં નસીબ છે સાથેજ તેઓ દાંડી ની મુલાકાત કરશે તેમજ તેમની સાથે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ સિક્કિમ ના જોડાયા હતા.જેઓ પણ આ યાત્રામાં જોડાઈ ને શીખ મેળવી સિક્કિમ ના લોકોને પણ જણાવે તેમ જણાવ્યું હતું