પેટા ચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે - મુખ્યમંત્રી - અમે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં સ્વીકારીશું નહિ - પાટીલ

પેટા ચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે - મુખ્યમંત્રી - અમે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં સ્વીકારીશું નહિ - પાટીલ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ કપરાડા ખાતે પેટાચૂંટણીને લઇને જાહેરસભાને સંબોધન કર્યું હતું. જેમાં સીએમ રૂપાણીએ દાવો કર્યો છે કે પેટાચૂંટણી પછી પણ કોંગ્રેસ તુટવાની છે.
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ - કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કપરાડા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું પોતના સંબોધનમાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં પેટાચૂંટણી કોંગ્રેસના કારણે આવી છે અને પેટાચૂંટણી પછી પણ કોંગ્રેસ હજુ તૂટવાની છે. જો કે એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસના સભ્યો ન તોડવાને લઇને અગાઉ કપરાડા ખાતે નિવેદન આપ્યું હતું. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદનથી વિપરતી આજે મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન સામે આવતા મતદારો અને ભાજપના કાર્યકરોમાં સંગઠન અને સરકાર વચ્ચે ચાલતા વિવાદને લઇ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધનમાં કહ્યું કે વલસાડમાં બાકી બધે કમળ છે હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપી વિજય બનાવો અમે કપરાડાને સવાયું આપીશું. દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે.