પાટણ : એસટી કર્મચારી મંડળ ની આગામી યોજાનારી ચૂંટણીની રણનીતિ

પાટણ ખાતે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે એસટી કર્મચારી મંડળ ની આગામી યોજાનારી ચૂંટણીની રણનીતિ તૈયાર કરાઈ પાટણ શહેરના રેલવેના પ્રથમ ગરનાળા નજીક આવેલ ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે રવિવારના રોજ એસટી કર્મચારી મંડળ મહેસાણા વિભાગની મિટીંગ મળી હતી.
નવા વર્ષના પ્રમુખ,મંત્રી અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરી આગામી દિવસોમાં આવનારી એસટી કર્મચારી મંડળની ચૂંટણીમા મંડળના ઉમેદવારોને વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યુ હતુ.ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે એસટી કર્મચારી મંડળ મહેસાણા વિભાગની મળેલી આ બેઠકમાં મહેસાણા વિભાગમાં આવતા 11 ડેપોના સભ્યો અને કર્મચારીઓ સાથે પાલનપુર એસટી વિભાગના જીએસ અને પ્રમુખ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.એસટી કર્મચારી મંડળ મહેસાણા વિભાગના નવા વર્ષના પ્રમુખ તરીકે હર્ષદભાઈ જાની અને શિવરામ ભાઈ ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત સર્વે તાળીઓના ગડગડાટ સાથે તેઓની વરણીને વધાવી હતી.