પ્રાંતિજ : બોરીયા સીતવાડામાં બેટી બચાવો બેટી વધાવોનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા ગામે પુત્ર ની તેરમી મી પુણ્યતિથિ ના દિવસે પરિવાર બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજાયો દિકરીઓની માતાઓનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામા આવ્યુ તો આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટસ ગૃપ પ્રમુખ-મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજ બોરીયા સીતવાડા ગામે રહેતાં રાઠોડ કાળુસિંહ ગોબરસિંહ પરિવાર દ્વારા પોતાનાં પુત્ર ભરતસિંહ ની તેરમી પુણ્યતિથિ નિમિત્તે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોરીયા સીતવાડા ગામમાં રહેતી વીસ થી વધુ દિકરીઓનું કુમકુમ તિલક કરી કાળુસિંહ રાઠોડ પરિવાર દ્વારા ડ્રેસ , દફતર , પુસ્તક આપી ને સન્માનિત કરવામાં આવી હતી તો પ્રાંતિજ જાયન્ટસ ગૃપ દ્વારા ઉપસ્થિત રહીને દિકરીઓની માતા ઓને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ઉપસ્થિત મહંતો મહેમાનો ને શાલ ઓઢાડી ને સન્માન કરવામા આવ્યુ હતુ તો સમાજ ના વિશિષ્ઠ વ્યક્તિઓનુ શિલ્ડ આપી ને સન્માન કરવામા આવ્યુ હતુ તો ભજન કિર્તન કાર્યક્રમ પણ યોજાયો હતો તો આ પ્રસંગે મહંત સુનીલદાસજી , વસંતરામ મહારાજ , સંત કેવલ સંપદાય સંપ્રદાય ના મહંત લક્ષ્મણસિંહ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પૂર્વ જીલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ , પૂર્વ જિલ્લા સદસ્યમિલકતસિંહરાઠોડ , પ્રાંતિજ જાયન્ટસગુપ ના સ્થાપક ર્ડો.એન.કે.ડેરીયા , જાયન્ટ પ્રમુખ ર્ડા.કેયૂરભાઇ પ્રજાપતિ , જાયન્ટસ મંત્રી હાર્દિક ભાઇ બ્રહ્મભટ્ટ , નગર પાલિકા વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મ ભટ્ટ , પિયુષ ભાઇ શાહ સહિત ગામના આગેવાનો ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ છે તેમ કહીએ તો નવાઇ નહી