પાલનપુર : દાંતાના પીએસઆઇ જાહેરમાં ગાળો બોલતાનો વિડિયો થયો વાયરલ

દાંતાના પીએસઆઇ પોતાની ફરજ પર બેદરકારી દાખવી રહ્યા હોય તેવી વિડિયો વાઇરલ થયો છે. તેથી. લોકોને માસ્ક ને પાવતી આપવાને બદલે ખાખીનો રોફ જમાવી જાહેર જગ્યાએ લોકોને ખુલ્લેઆમ ગાળો બોલતા વિડિયો વાઇરલ થયો હતો. આમ દાંતાના પીએસઆઇ થોડા સમય પહેલા પણ લોકોને માસ્કના બદલે ખાખીનો રોફ જમાવી એક વ્યક્તિને જાહેરમાં માર મારતાં નો વિડીયો થયો હતો વાયરલ તેથી દાંતાના પીએસઆઇની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી દાંતાની જનતાની માંગ ઉઠી રહી છે
દાંતાના પીએસઆઇ જોષી ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો દાંતાની જનતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી દાંતાના લોકોએ ચિમકી આપી હતી.