પાલનપુર : મલાણા ગામમાં વેરા વસુલાત ઝુંબેશની પ્રકિયા હાથ ધરાઈ

પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ના આદેશ અનુસાર અનેક ગામડાઓમાં સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામમાં સરપંચ, તલાટી સાહેબ , દેલિગેટ તેમજ ગામ પંચાયત ના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈએ ને વેરા વસુલાત ઝુંબેશ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમ તો ગામના લોકો દ્વારા સમયસર વેરો ભરી દેવામાં આવે જ છે પરંતુ બાકી રહેલા લોકોના વેરા ગામ પંચાયત ના તલાટી સાહેબ તેમજ પંચાયત ના સભ્યો દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અત્યાર સુધીમાં જોવા જોઈએ તો 60% થી વધુ લોકોના વેરા ની ચુકવણી કરવામાં આવી છે.
આમ, આ ચાલી રહેલા વેરા વસુલાત ઝુંબેશ બાબતે "S9 ન્યુઝ ચેનલ " ની ટીમ દ્વારા મલાણા ગામ પંચાયત ના તલાટી સાહેબ તેમજ દેલીગેટ સાહેબ ની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે આમ ઘરે ઘરે જઈને વેરો વસુલાત કરવામાં ગામના લોકો દ્વારા અમને ઘણો સાથ સહકાર મળે છે, અને ગામના 60 ટકા જેટલા લોકોના વેરા આવી ગયા છે અને બાકી ના લોકોના વેરા ની વસુલાત કરવાની કામગીરી હજુ ચાલુ જ છે.
આમ, ગામના દરેક ઘરે ઘરે જઈને તલાટી સાહેબ દ્વારા ખાટલા બેઠક યોજીને વેરા ની વસુલાત કરવામાં આવે છે.