પાલનપુર : મસાણિયા વીર મહારાજના મંદિરે મૂર્તિ ચોરી થતાં ચકચાર

દાંતીવાડા ડેમ ના નીચલા ભાગમાં વર્ષો પુરાણું વીર મહારાજ નું મંદિર આવેલું છે. જ્યાં ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી દૂર દૂર થી પોતાની આસ્થા લઈને આવે છે. જે આ વીર મહારાજ નું મંદિર સ્થાનિક લોકોમાં માટે એક આસ્થા નું કેન્દ્ર બની ગયું હતું.ત્યારે અઠવાડિયા અગાઉ વીર મહારાજ ના કોઈ ભક્ત દ્વારા એક મૂર્તિ સ્થાપિત કરાઈ હતી.જેને લઇને સ્થાનિક ભાવિ ભક્તો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને આ મૂર્તિ સોનાની હોવાનો વિડિયો વાયરલ થતાં અનેક લોકો ત્યાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ત્યારે આ ભાવિ ભક્તો માટેનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ત્યારે
તપાસ દરમિયાન મૂર્તિ પંચધાતુની હોવાનું માલૂમ થયું હતું. ત્યારે અચાનક
આસ્થાને ઠેસ પહોંચી અને મૂર્તિની ચોરી થઈ ગઈ. ત્યારે દાંતીવાડા તાલુકામાં દિનપ્રતિદિન ચોરીઓ વધતાં સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો.
આમ અચાનક કોઈ ભક્ત દ્વારા મુકવામાં આવેલી મૂર્તિ ની ચોરી થઈ જતાં લોકો પણ મુંજવણ માં મુકાઈ ગયા હતા કે જ્યાં ભક્તો ની માનતાઓ તેમજ મનોકામના પૂર્ણ થતી હોય અને ત્યાંથીજ મૂર્તિ ચોરી થઈ ગઈ એટલે લોકોમાં એક આશ્ચર્ય નો વિષય બની ગયો હતો .