બ્રિટનથી આવેલા 11 લોકો કોરોના પોઝિટિવ - નવા સ્ટ્રેનની ચકાસણી

બ્રિટનથી આવેલા 11 લોકો કોરોના પોઝિટિવ - નવા સ્ટ્રેનની ચકાસણી

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઇરસના નવરૂપે લોકોની ચિંતા વધારી છે જેમાં બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ યુરોપના અનેક દેશોમાં તે પ્રસરી ગયો છે અને ભારતમાં આ નવા અવતારને રોકવા માટે લેવાયેલા પગલાના ભાગરૂપે લંડનથી આવેલા વધુ 11 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા છે જે બાદ તેઓને તાત્કાલીક આઈશોલેશનમાં મોકલાયા છે અને તેઓ નવા સ્ટ્રેનનો શિકાર છે કે કેમ તેની તપાસ કરવા તેમના નમુના પુનામાં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા છે. કેરાળા આવેલા 8 લોકો અને ઉતરપ્રદેશના પાટનગર લખનૌ પહોંચેલા એક જ પરિવારના 3 સભ્યોને એરપોર્ટ ખાતે તપાસ બાદ તેમના મોનીટરીંગમાં તેઓ પોઝીટીવ જાહેર થતા હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.