બારડોલી : ઇશરોલી ગામે બાળકના જન્મની અનોખી ઉજવણી

બારડોલી તાલુકા ના ઇશરોલી ગામ ના પટેલ પરિવાર માં એક બાળક ના જન્મ દિવસ ના થોડા દિવસો અગાઉ   અનોખી ઉજવણી કરી હતી. તાપી જિલ્લા ના અંતરિયાળ ગામો માટે બાળકે પરિવાર સાથે બે ઓક્સિજન કોનસનટ્રેટર દાનમાં આપ્યા હતા. 
વર્તમાન કોરોના કાળ માં દર્દીઓ માટે હાલ ઓક્સિજન નીં તાતી  જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ના ઇશરોલી ગામ ના મહેન્દ્ર ભાઈ રામ ભાઈ પટેલ પરિવાર   દ્વારા સરાહનીય કાર્ય કરાયું હતું. મહેન્દ્ર ભાઈ પટેલ ના ઘરે નાનો બાળક રુદ્ર નો 21 મી જૂન ના રોજ  જન્મ દિવસ હતો. જોકે જન્મ દિવસ માં ખોટા ખર્ચાઓ કરવા કરતાં તેણે સેવાકીય કાર્ય માટે પરિવાર ને જણાવ્યું હતું. ખાસ કરી ને આદિવાસી વિસ્તારો માં ઓક્સીનજન ની અછત ઓછી કરવા માટે  ઓક્સિજન કોનસનટ્રેટર મશીન આજે દાન કર્યું હતું.
બાળક રુદ્ર પટેલ ના જન્મ દિવસ ને પણ પરિવાર જનો યાદગાર બનાવવા નક્કી કર્યું હતું. અને આજે રુદ્ર તેમજ તેમના પરિવારજનો સાથે તાજપોર કોલેજ ના આચાર્ય લતેસ ચૌધરી ની ઉપસ્થિતિ માં તાપી જિલ્લા ના સોનગઢ અને નિઝર ના અંતરિયાળ ગામો માટે બે ઓક્સિજન કોનસનટ્રેટર મશીન દાન કરવામાં આવ્યું હતું.
રુદ્ર પટેલ દ્વારા આ સેવાકીય કાર્ય માટે તેમના કાકા દ્વારા પ્રેરણા મળી હતી. અને તેમના દ્વારા જ આ મશીન મોકલવામાં આવ્યા હતા. કારણ વતન માટે ઓક્સિજન ની સહાય માટે હાલ ડલાસ ફોટ વર્થ લેઉવા પાટીદાર સમાજ તેમજ ઓમકાર  સત્સંગ મંડળ ના સહયોગ વડે  હાલ માજ 250 જેટલા ઓક્સિજન કોનસનટ્રેટર વતન બારડોલી મોકલવામાં આવ્યા હતા.