બારડોલી : ભાજપ દ્વારા વોર્ડ નં.5,7,8 અને 9ના મુખ્ય કાર્યાલયોનું ઉદ્ધાટન કરાયું

બારડોલી નગર પાલિકાની ચૂંટણી માટે નગરના વોર્ડ નં. 5,7,8 અને 9ના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ધાટન કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ તાલુકા , જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે બારડોલી નગરમાં ભાજપ દ્વારા વોર્ડ નં.5,7,8 અને 9ના મુખ્ય કાર્યાલયોનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નં.5 માં ગાંધીરોડ મુક્તાનંદ સોસાયટી નજીક , વોર્ડ નં.7 માં નવદુર્ગા સોસાયટીમાં વોર્ડ નં.8 માં સુથાર ફળિયા ખાતે તેમજ વોર્ડ નં.9 માં લીમદાચોકમાં પ્રકાશબુટ હાઉસની બાજુમાં સ્થાનિક ધારા સભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવ્યા હતા