બનાસકાંઠા : એક યુવા ખેડૂતે મોંઘવારીમાં ઇંધણ ખર્ચ બચાવવા માટે કર્યો આવિષ્કાર

વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ થી દરેક લોકો પરેશાન છે. ત્યારે બનાસકાંઠાના એક યુવા ખેડૂતે આવી મોંઘવારી માં ઇંધણ ખર્ચ બચાવવા માટે પોતાના ઇનોવેટિવ આઈડિયા થી સોલાર ઉર્જા અને બેટરીથી ચાલતું મીની ટ્રેકટર બનાવ્યું છે.જેના દ્વારા ખેડૂતોને ખેતરમાં નાના મોટા કામ માટે ખુબજ ઉપયોગી થઈ શકે છે. અને સોલાર થી ચાલતા ઇંધણનો ખર્ચ બચાતા ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે નો સંદેશો આપ્યો છે.
આ છે ડીસાના એક યુવાન ખેડૂતે પોતાના ઇનોવેટિવ થકી જાતે જ બનાવેલુ ટ્રેક્ટર આમ તો આવું ટેક્ટર સૌ કોઇએ જોયું જ હશે પરંતુ આ ટ્રેક્ટર ની ખાસિયત એ છે કે તે સોલરથી ચાલે છે જી હા આ ટ્રેક્ટર ચલાવવા માટે કોઈ પેટ્રોલ કે ડીઝલ નો ખર્ચ કરવો પડતો નથી. ડીસા ના રાણપુર ગામે રહેતા યુવા ખેડૂત નવીનભાઈ માળી તેઓ અવનવી ખેતી સાથે કઈ રીતે ઓછા ખર્ચે ખેતી થાય તે માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં જ કોરોના મહામારી ના સમયમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સો રૂપિયાની પાર પહોંચી ગયા છે. ખેડૂતોને પણ ખેતરમાં કે બજારમાં નાના-મોટા કામ માટે ટ્રેક્ટર ના વપરાશ માટે વર્ષે અંદાજે લાખ રૂપિયા જેટલો ડીઝલનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે આ ખર્ચ બચાવવા માટે શું કરવું તેઓ વિચાર આવતા જ નવીનભાઈ સોલર ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ ખેતર માં બેઠા બેઠા ટ્રેકટર નું આયોજન કરી ટ્રેકટર બનાવવા બોડી વર્ક નું કામ માટે તેમના મિત્ર હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનું આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસો માં સોલરથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું.અને તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર સોલર થી ચાલી રહ્યું છે.આ ટ્રેકટર એક ટન જેટલુ વજન ખેંચી શકે તેવી સોલરની ક્ષમતા પણ છે.તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર પર પાંચ માણસો સવાર છે છતાં એકદમ આરામથી ખેતરમાં દોડી રહ્યું છે.યુવા ખેડૂત નવીનભાઈ માળી પાસે ટ્રેકટર બનવવાથી શુ ફાયદો થશે તે બાબતે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે આ ટ્રેકટર 1.75 લાખ માં તૈયાર થયું છે. ટ્રેકટર સોલર ઉર્જા થી ચાલે છે અને સોલર નીં સાથે એ સી લાઈટથી ચાર્જ પણ થાય છે.ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા,ઘાસચારો લાવવામાં સરળતા રહે સાથે સાથે પ્રદુષણ ઘટના પર્યાવરણ નો પણ બચાવ થાય છે એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.
ટ્રેક્ટર નું કામ કરનાર હર્ષદભાઈ પંચાલ તેમના બે કારીગરો સાથે રોજના પાંચ કલાક કામ કરતા હતા અને ત્રણ મહિનામાં આ ટ્રેક્ટર તૈયાર કર્યું છે વચ્ચે લોકડાઉન ના કારણે કામકાજ બંધ રહેતા અંદાજિત 240 કલાક કામ કરી એ ટ્રેક્ટર તેમને તૈયાર કર્યું છે.
યુવા ખેડૂતે બનાવેલ ટ્રેકટરના કારણે ખેડૂત ને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણ ની બચત થશે જોકે યુવા ખેડૂત એ બનાવેલ ટ્રેકટર હાલ સોસીયલ મીડિયા માં છવાઈ જવા પામ્યો છે.ત્યારે આવનાર સમય માં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેકટર બનાવી એક બચત ઉભી કરશે.જોકે ખેડૂત એ બનાવેલ સોલર ટ્રેકટર બનાવી એક એન્જીનીયર ને ચેલેન્જ આપી હમ કિસી સે કમ નહિ એ પંક્તિ ને આજે સાર્થક બનાવી દીધી છે.