બનાસકાંઠા : જય જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન કાર્યકમ યોજાયો

જય જલારામ સત્સંગ મંડળ દ્વારા જય જલિયાણ ગૌશાળા ખાતે 151, ગુરુવાર નિમિત્તે ભજન કીર્તન કાર્યકમ યોજાયો.
ડીસા શહેરમાં છેલ્લા 17 વર્ષથી કાર્યરત જય જલિયાણ ગૌશાળામાં અંદાજે 250થી વધું બિમાર ગાય માતાને રોજબરોજ સારવાર આપવામાં આવી રહી છે જ્યારે ડીસા શહેરમાં કોઇપણ જગ્યાએ બિમાર ગાય મલી આવે ત્યારે ગાય માતાને સારવાર અર્થે જય જલિયાણ ગૌશાળા ખસેડવામાં આવે છે જ્યાં અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે અને ગાય માતાઓને નવું જીવતદાન મળ્યું છે ત્યારે આજે ડીસા શહેરમાં કાર્યરત જલારાત સત્સંગ મંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલંગ અલંગ સોસાયટી માં દર ગુરુવારે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે અને જલારામ બાપાની ભકિતમાં ભકતો રંગાઈ જાય છે જેના ભાગરૂપે આજે 151 ગુરુવારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જય જલિયાણા ગૌશાળા ખાતે ભોજન સાથે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઠક્કર સમાજનાં ભજન રસિકો દ્વારા ભજન કીર્તન કરી જલારામ બાપાની ભકિતમાં લીન થયાં હતાં અને ઠક્કર સમાજની મહીલાઓ દ્વારા પોતાના મીઠા સુર પુરાવી ભજન પ્રગટ કર્યા હતા ડીસા શહેરમાં જલારામ બાપાનાં ભક્તો દ્વારા ગરબે ઘૂમવા હતાં શ્રી ગૌ સેવા સમિતિ ડીસા દ્વારા ગાય માતાની સેવા કરવા 25000 નું દાન આપ્યું હતું આ પ્રસંગે જલારામ સત્સંગ મંડળ ડીસાના તમામ ભાવિભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપાની ભોજન રૂપે પ્રસાદ લીધી હતી સમગ્ર ભજન કીર્તન કાર્યકમ નું આયોજન જલિયાણા ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.