બનાસકાંઠા : નવી ભીલડી રોડ ઉપરના કચરાના ઢગલામાં અકસ્માત થવાની ભિતી

નવી ભીલડીમાં બજારમાં બન્ને સાઈડ રોડ ની બાજુમાં સર્વીસ રોડ આવેલ છે જેમની સામે વેપારીઓની દુકાનો પણ આવેલી છે અને તાજેતરમાં નેશનલ હાઇવે ઓર્થોરિટી દ્વારા ગટરો માંથી ગંદા પ્લાસ્ટિક અને કચરો નીકાળવામાં આવ્યો છે જે કચરાઓનાં ઢગલા ઓથી રોડ ઉપર વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભિતી સર્જાઇ રહી છે અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ મારી રહી છે. એક બાજુ વિશ્વમાં કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે ત્યારે નવી ભિલડીમાં નેશનલ હાઇવે ઓર્થોરિટી દ્વારા ગટરમાંથી પ્લાસ્ટિક અને કચરાના ઢગલા વારંવાર રોડ ઉપર ઢગલા કરી દેવામાં આવે છે અને તેને દૂર કરવામાં આવતા નથી જેને લઈને વાહનચાલકો ને ભારે હાલાકી પડી રહી છે અને વેપારીઓની દુકાનો આગળ આ ગટરના ગંદા પ્લાસ્ટિક અને કચરાના ઢગલાની દુર્ગંધથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગટરોના ઢાંકણાં પણ તુટેલા હોવાથી વારંવાર પશુઓ અને માણસો પડી જવાની ઘટનાઓ પણ બની છે અને નાની મોટી ઈજાઓ પણ પહોંચતી હોય છે.