બનાસકાંઠા : પાલડી ગામની સીમમાં મુડેઠાનો યુવાન ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું

પાલડી ગામની સીમમાં મુડેઠાનો યુવાન ટ્રેન ની હડફેટે આવતા મોત નિપજ્યું.....
ડીસા તાલુકાના મુડેઠા (ગોગાપુરા) ના યુવાન ટ્રેનની હડફેટે આવતા મોત નિપજ્યું ડીસા તાલુકાના મુડેઠા (ગોગાપુરા) ગામના રાઠોડ રેવાજી જેણાજી ઉ.વર્ષ ૩૮ દુદાણી પાર્ટી છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારથી પીડાતા હતા. જેઓ ગુરૂવારે સવારે ૧૧ વાગે પાલડી ગામ નજીક માલગાડી ની હડફેટે આવતા મોત નિપજ્યું જે પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ભીલડી પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસ અકસ્માત ગુનોં નોધી ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પી.એમ કરાવી લાશ પરિવારને સોપવામાં આવી હતી. જેની વધુ તપાસ ભીલડી પી.એસ.આઇ એ.બી.શાહ ચલાવી રહ્યા છે.