ભારતીય વાયુસેનાની વધુ એક સફળતા - બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતીય વાયુસેનાની વધુ એક સફળતા - બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતે પોતાનું સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇઝના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે આ મિસાઇલનું પરીક્ષણ આજે સવારે 10 વાગ્યે અંદમાન અન નિકોબાર સમૂહના ટાપુ પરથી કરવામાં આવ્યું હતું જેમાં મિસાઇલ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં સફળ રહી હતી. ચીન સાથે ચાલી રહેલાં સીમા વિવાદ વચ્ચે ભારતે પાછલા કેટલા સમયમાં અનેક મિસાઇલો, ટોરપીડો, એન્ટી મિસાઇલ સિસ્ટમ વગેરેનું સફળ પરીક્ષણ કર્યું છે ત્યારે આજે થયેલા પરીક્ષણનું કારણ મિસાઇલની રેન્જ વધારવાનું હતું, આ મિસાઇલ ભારત અને રુસની સુરક્ષા સંસ્થાઓએ સાથે મળીને બનાવી છે જેને લઇ સોસીયલ મીડિયામાં આજે ભારે પ્રશંસા થઇ છે. બ્રહ્મોસ મિસાઇલ 28 ફૂટ લાંબી છે અને તેનું વજન 3000 કિ.ગ્રા છે. જેમાં 200 કિ.ગ્રા પારંપરિક અને પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઇલ 300 થી 800 કિ.મી દૂર બેસેલા દુશ્મન ઉપર નિશાન સાધી શકે છે સાથે આ મિસાઇલ 4300 કિ.મી પ્રતિકલાકની ઝડપે હુમલો કરે છે.