ભારતમાં નવા વર્ષ 2021 ની શુભ શરૂઆત - કોવીશીલ્ડ વેક્સિનને મંજૂરી

ભારતમાં નવા વર્ષ 2021 ની શુભ શરૂઆત - કોવીશીલ્ડ વેક્સિનને મંજૂરી

વર્ષ 2020 દરમિયાન દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે નવા વર્ષ 2021 માં કોરોનને કાબુમાં કરવા માટે વેક્સિનની આશાએ લોકો હાશકારો અનુભવી રહ્યાં છે ત્યારે કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી હતી જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેય કંપનીને પોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે. અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી છે જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત સ્વદેશી વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે કમિટી સમક્ષ વેક્સીન અને ડેટા રજૂ કર્યો હતો જ્યારે અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરને WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
એક્સપર્ટ કમિટીની મંજૂરી મળ્યા બાદ કંપનીઓની અરજી ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા પાસે ફાઈનલ મંજૂરી માટે જશે. સરકાર આજ મહિને વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયાર કરી રહી છે. આવતીકાલે તા.2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવશે. અગાઉ ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલે કહ્યું હતુ કે અમારા માટે નવું વર્ષ ખુશીનું હશે, ટૂંક સમયમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે. અમેરિકા બાદ ભારત કોરોનાથી અસરગ્રસ્ત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. સરકારે આગામી 6 થી 8 મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની યોજના તૈયાર કરી છે. ત્યારે ઓક્સફોર્ડ વેક્સીન સસ્તી હોવાને લીધે સરકારની સૌથી મોટી આશા તેના પર છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલુ બજાર ઉપર પહેલા ફોકસ આપશે જેમાં 50 ટકા વેક્સીન રિઝર્વ રાખવામાં આવશે ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરશે.
ભારત પહેલા જે દેશોમાં વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી તેમાં અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિન - બ્રિટનમાં ફાઈઝર અને એસ્ટ્રોજેનેકે વેક્સિન - ચીનમાં સ્વદેશી કંપની સિનોફાર્મની વેક્સિન - રશિયામાં પણ સ્વદેશી વેક્સિન સ્પુતનિક V અને કેનેડાએ ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
દિલ્હી સરકાર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે પહેલા તબક્કામાં વેક્સિન લગાડવાની તૈયારી પૂરી થઈ ચૂકી છે. જે લોકોને પહેલા વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર છે. કોવિડ વેક્સિનનો ડ્રાય રન દિલ્હીના જીટીબી હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં યોજાશે.