ભાવનગર : ચોખાના ભુસા નીચે સંતાડેલ વિદેશી દારૂ નો જથ્થો પકડાયો

ભાવનગર એ.એસ.પી સફીનને મળેલ બાતમીના આધારે નિલમબાગ પોલીસ અને એ.એસ.પી ની ટીમે વોચ ગોઠવીને હિમાલિયા મોલ પાસેથી પસાર થઈ રહેલા એક ચોખાનું ભુસુ ભરેલી ટ્રકને અટકાવીને તપાસ કરતા ટ્રકમાંથી ચોખાના ભુસા નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો નંગ 11904 કિંમત રૂ.11.90.400 ની કિંમતના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ ઝાટ અને સતવીર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સો ને ઝડપી લીધા હતા તેમની પાસેથી મોબાઈલ, ટ્રક તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ.39,75,204 ના કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.