ભાવનગર : બે માસ બાદ પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા

ગત તા.૧૭/૦૧/૨૦૨૧ નાં રોજ રાત્રીના સાડા નવેક આજુબાજુના સમયગાળામાં ભાવનગર જિલ્લાના સિહોરના વરલમાં રહેતા અને ટાણા ખાતેના ડો.દીપક ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા મુકેશ વાળાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ને ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે બે માસ બાદ સફળતા મળી છે. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા ટેકનીકલ ટીમ, મરણ જનારનો પુર્વ ઇતિહાસ તપાસવા માટે ટીમ, મરણ જનારને કે તેનાં પરિવારજનોને કોઇ સાથે દુશ્મનાવટ કે અન્ય કારણોની માહિતી મેળવવા માટે ટીમ પણ એક ટીમ બનાવવામાં આવી હતી તેમજ આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. પોલીસની ટીમ છેલ્લાં બે મહિનાથી સતત શિહોર, ટાણા , વરલ, બુઢણા બેકડી વિગેરે વિસ્તારોમાં ખુંદી આ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી જેમાં એલ.સી.બી. સ્ટાફને તેના બાતમીદારો તથા ટેકનીકલ સોર્સ મારફત ખુબ મહત્વની માહિતી મળી આવેલ , જે માહિતીમાં આ હત્યામાં બુઢણા ગામનાં બે શખ્સો મહંમદ સીદીફખાન કોરાઇ તથા સોહિલખાન રાંદ/બ્લોચ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું., જે માહિતી આધારે એ બંને શખ્સોને એલસીબી પોલીસે શંકાના આધારે ઉઠાવી તેની આગવી પુછપરછ કરતા મહંમદસીદીકખાન મસ્તીખાન કોરાઈ તથા સોહિલખાન સાદિકખાન રીંદ/બ્લોચે ગુનાની કબુલાત કરી હતી જેમાં મહંમદ સીદીકખાન મસ્તીખાન કોરાઈએ તેની પત્નિને મીસ ડીલીવરી થયેલ હોવાથી સારવાર માટે ટાણા ગામે આવેલ ડો.દિપકભાઇ ભટ્ટીનાં દવાખાને લઇ ગયેલ ત્યારે દવાખાનામાં કમ્પાઉંન્ડર તરીકે કામ કરતાં મરણ જનાર મુકેશભાઇએ તેની પત્નિની થતી સારવાર બારીમાંથી છુપી રીતે જોતો હોય અને જે પોતે આ જોઈ જતા તે અંગેની દાઝ રાખી તેણે અગાઉ પણ મુકેશભાઈને મારી નાંખવા પ્રયત્ન કરેલ પણ તેમાં તે સફળ થયેલ નહિ.ત્યાર પછી બનાવનાં દિવસે તેના પાડોશી સોહિલંખાન સાદીકખાનને સાથે રાખી વાત કરી સાથે રાખી મોટર સાયકલ ઉપર મુકેશભાઇની રેકી કરી રાતનાં તેની બેકડી ના પાટિયા પાસે મુકેશને આંતરી છરીના જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.