ભાવનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગેરનીતિના આક્ષેપો

2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગેરનીતિ અચર્યના આક્ષેપો કરી સર્વે પક્ષના ઉમેદવારોએ ભવનગર કલેક્ટર ને રાજુતા કરી અને યોગ્ય તપાસ કરી ગુનાખોરી કરનાર સામે પગલાં લેવા અનુરોધ કર્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે અને ગુજરાતમાં છ મહાનગર પાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે ત્યારે ભાવનગરમાં પણ 44 બેઠકો પર ભાજપ દ્વારા વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી મતગણતરી દરમિયાન ભાજપ પક્ષના ઉમેદવારો મોબાઈલ સાથે મતગણતરી મથક પર જોવા મળેલ તેમજ સ્ટ્રોંગ રૂમ પાસે વાઇફાઇ પણ ચાલુ હોય અને ઇ.વી.એમ મશીનના શીલ પણ તૂટલ જોવા મળેલ તેમજ ચૂંટણી દરમિયાન જે ઇ.વી.એમ મશીન રાત્રે સ્ટ્રોંગ રૂમ પહોંચવાને બદલે બીજા દિવસે પાંચ વગાય ના આસપાસ ઇ.વી.એમ મશીન સ્ટ્રોંગ રૂમ પર પહોંચેલ તેવા આક્ષેપો લગાવી ભાવનગર આપ, કૉંગ્રેસ, સી.પી.એમ અને અન્ય રાજકીય પક્ષના કોર્પોરેટરના ઉમેદવારો ભાવનગર કલેક્ટર ને યોગ્ય પગલાં લેવા રજુઆત કરી