ભરૂચ : તવરા ગામે પાંચ દૈવિ મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

દરેક સમસ્યાઓમાં આહીર સમાજ લોકોને વહારે આવતો હોય છે લોકોની તકલીફમાં લોકો ની સાથે રહિ સમાજ સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેતા હોય છે એ પછી કોરોના હોય કે પછી વાવાઝોડું કોઈપણ સમસ્યા હોય આહીર સમાજ તેઓ સાથે ઉભો રહેતો હોય છે અને આહીર સમાજ દ્વારા ભગવાન માતાજી ને પ્રાર્થના ઓ પણ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે તવરા પાંચ દૈવી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું
સમગ્ર દેશ અને ગુજરાત અને એમાંય ભરૂચમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે જેને ધ્યાનમાં લઇ તવરા પાંચ દૈવી મંદિરે મંદિરના 9 નવ મો પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં હાલ કોરોના એ પેહેલા અને બીજા તબક્કામાં મોટીસંખ્યામાં લોકોને સંક્રમિત કર્યા હતા અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે હવે કોરોના નો ત્રીજો વેવ નો પ્રારંભ થનાર હોય અને આ તબક્કામાં મોટી સંખ્યામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ને સંક્રમિત ના થાય અને કોરોના ના ત્રીજા વેવ ને ધ્યાનમાં લઇ આહીર સમાજ દ્વારા તવરા પાંચ દૈવી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞના માધ્યમથી માતાજીને પ્રાર્થના પૂજા અર્ચના કરી માતાજીને પસંદ કરી આ કોરોના થીં લોકો સંક્રમિત ના થાય લોકો કોરોના મુક્ત રહે લોકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે આવા આશરે થી આહીર સમાજ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો હતો
લોકો કોરોના સંક્રમિત ના થાય અને ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના લોકો તંદુરસ્ત રહે સલામત રહે તેઓ તેઓના ધંધા રોજગારના ફરીથી ધમધમતા થાય આવા આસરય થી નવચંડી યજ્ઞ યોજાયો હતો જે નવચંડી યજ્ઞ નો પ્રારંભ સવારે 9:00 કલાકે પ્રારંભ થયો હતો અને સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન યોજાયું હતું જેમાં સમાજના લોકોએ માતાજીના દર્શન કરી પૂજન કરી આ કોરોના મહામારીમાં થી વહેલી તકે સમગ્ર દેશ ગુજરાત તથા ભરૂચ અને ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત રહે તેવી પ્રાર્થના ઓ પણ કરવામાં આવી હતી અને સાથે જ યજ્ઞના અંતે આહિર સમાજના આગેવાનોએ તમામ લોકો ને નમ્ર વિનંતી કરવામાં આવેલ કે જે લોકોએ રસી ના લીધી હોય એ લોકો એ રસી લય લેવિ જેથી ત્રીજા તબક્કામાં કોઈ પણ સંક્રમિત ના થાય સમગ્ર ભારત દેશ કોરોના મુક્ત થાય તેવી વિનંતીઓ પણ સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી