મોરબી : રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ મોરબીની મુલાકાતે પધાર્યા

મોરબી જીલ્લામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ આજે મોરબીની મુલાકાતે પધાર્યા હતા અને વિવિધ સ્થળોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન ચાલે છે જેમાંસંવેદનશીલ મતદાન મથકો પર અગાઉથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારેરાજકોટ રેંજ આઈજી સંદીપ સિંહ મોરબીની મુલાકાતે આવ્યા હતા જેમને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો વિશે માહિતી મેળવી હતી તેમજ વિવિધ મતદાનમથકો ખાતે પહોંચીનેજાતે સ્થિતિનો તાગ મેળવ્યો હતો તો જીલ્લા પંચાયતની બેઠક પર મતદારોમાંજાગૃતતા જોવા મળી રહી છે જેથી સવારથી જ મતદારો ગ્રામ્ય વિસ્તારમાં પોતાના બુથ પરપહોચ્યા છે અને હાલ બપોરના ૧૨ વાગ્યા છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.