માળીયાહાટીના : જુથળ ગામે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

માળીયા હાટીના જુથળ ગામે પોષણ પોષણ માસ ઉજવણી કાર્યક્રમ અંતગત ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
જુનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્ધારા માળિયા હાટીના તાલુકાના જુથળ ગામે પોષણ સપ્તાહ અંતર્ગત "ન્યુટ્રિશન કીટ વિતરણ અંતગત જુથળ કેન્દ્ર નં 3માં કિટનું વિતરણ કરવામાં આવેલ હતું.જેમાં કુપોષિત બાળકો,સગર્ભા માતા,ધાત્રી માતાઓને પોષણ યુક્ત આહાર માટેની "ન્યુટ્રિશન કીટ" નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રંસેગે તાલુકા પંચાયત સદસ્ય સુરભીબેન કાથડ યુવા ભાજપ કાર્યકર, ગામના સરપંચ શ્રી ,આગેવાનો ,આંગણવાડી સંચાલન જયાબેન આર સોંદરવા સહિત ની બહેનો તથા ગ્રામજનો અને દાતાઓ ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતાં.