મહીસાગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પ્રશાસનની પૂર્વ તૈયારી

મહીસાગર જિલ્લામાં આવતી કાલની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના સંદર્ભે ચૂંટણીમાં નિમણૂક થયેલ કર્મચારીઓને સાહિત્ય સોંપણી કરવા પી એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ માં ચૂંટણીની કામગીરી માં જોડાયેલ તમામ કર્મચારીઓને ફરજ ઉપર હાજર કરેલ હતા ત્યાંથી સ્થળ, સાહિત્ય અને સ્ટાફ વહેચણી કરી સરકારી વાહનોમાં બુથ ઉપર સ્ટાફ ફરજ ઉપર મોકલેલ હતા આ સ્થળે એક ચૂંટણી મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું સવારથી હાજર થયેલ કર્મચારીઓને ફરજ ઉપર જતા પહેલા પ્રશાસને ભોજનની વ્યવસ્થા પણ કરેલ હતી
દરેક મતદાન બુથ ને સાંજ સુધી માં સજ્જ કરી દેવાશે લાઇઝન અધિકારી અને પોલીસ તંત્ર ની ચાપતી નજર રહેશે