રાજકોટ : વિશ્વ કર્મા જન્મ જયંતીની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજકોટ શ્હેરના ગોડ્લ રોડ પર અવેલ શ્યામ મંદિરે વિશ્વકર્મા દાદા જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા દાદા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા
આજે વિશ્વ કર્મા જન્મ જયંતી નિમિતે રાજકોટ વિશ્વકર્મા દાદા મંદિરે ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકોટ શ્હેરના ગોડ્લ રોડ પર અવેલ શ્યામ મંદિરે વિશ્વકર્મા દાદા જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા દાદા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. વિશ્વકર્મા દેવ જેમને વિશ્વની રચના કરી જેમને વાસ્તુ શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર તૈયાર કર્યું.
આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. તેમને કળાના કસબીઓ, કારીગરો, કારખાનેદારોના દેવતા છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે. કહેવાય છેકે, ભગવાને પોતાને રહેવા માટે પણ જે મહેલ બનાવડાવ્યાં હતા તેનું સર્જન વિશ્વકર્માએ કર્યું હતું. કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખુબ જ વિશેષ દિવસ ગણાય છે.
વિશ્વકર્મા વાસ્તુદેવ તથા માતા અંગિરસીના પુત્ર છે. ભગવાન વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય માનવામાં આવે છે. એમની જયંતી પર આરાધનાની સાથે સાધનોની પૂજા કરવામાં આવે છે. સોનાની લંકા, ઈન્દ્રપુરી, યમપુરી, વરૂણપુરી, પાંડવપુરી, કુબેરપુરી, શિવમંડલપુરી તથા સુદામાપુરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. બિહાર અને અનેક ઉતરના દેશોમાં, વિશ્વકર્મા પૂજા દિવાળી બાદ કરવામાં આવે છે. તેમણે ઉડીસામાં આવેલી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ પણ કર્યું છે એવી લોકોમાં માન્યતાઓ છે.
ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા. આ દિવસે વિશ્વકમાની પૂજા તમામ કલાકારો, કારીગરો અને ઔદ્યોગિક કુંટુબો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પૂજા કરવાના કેટલાક વિશેષ નિયમો જણાવેલ છે. તેમનું પાલન કરવાથી, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે.
આ દિવસે, તમારા કાર્યમાં વપરાયેલા મશીનો સાફ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું સ્નાન અને પૂજા-અર્ચના કરવી જોઈએ. ઋતુફળ, મિષ્ટાન્ન, પંચમેવા, પંચામૃત અર્પણ કરો. દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને બંને દેવતાઓની આરતી કરો. જે લોકો એન્જીંનરિંગ,આર્કિટેક્ચર,ચિત્રકારી,વેલ્ડિંગ,કાષ્ટ કામ,સુથારી કામ,માટી કામ સાથે જોડાયેલા હોય તે લોકો પણ ખુબ ઉત્સાહથી આ જયંતી ઉજવે છે.