રાજકોટની હોસ્પિટલમા અગ્નિકાંડ - પીએમઓ કાર્યાલયે દુઃખ વ્યકત કરતુ ટ્વિટ કર્યું

રાજકોટની હોસ્પિટલમા અગ્નિકાંડ - પીએમઓ કાર્યાલયે દુઃખ વ્યકત કરતુ ટ્વિટ કર્યું

આજે ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલ કોવીડ હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડને લઇ પીએમઓ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે. શિવાનંદ ઉદય કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 5 લોકોના મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવતા દુ:ખ વ્યકત કર્યું છે તો ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી છે અને અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ કરવા તંત્રને તાકીદ કરી છે.રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી ભારે જાનહાનિ વેઠવી પડી છે. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે આ કમનસીબ દુર્ઘટનામાં તેમના પ્રિયજનો ગુમાવ્યા છે.
ઘટનાને લઇ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને સોંપી છે અને જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ઓગષ્ટથી નવેમ્બર સુધીમાં સરકારી સહિત 60 હોસ્પિટલને ફાયર NOC ને લઇ નોટીસ અપાઇ છે જેમાં અર્પણ, આદિત્ય, આયુષ્યમાન, કણસાગરા બેબી, કીર્તિ, ગ્લોબલ, ચિન્મય, જયનાથ, ડીવેરા, તેજસ, દશાશ્રીમાળી, દેવ, નારાયણી, નીહિત બેબી, પંચમુખી, પર્લ વુમન્સ, પાશ્વ, માધવ મેટરનીટી, રેઇનબો, લાડાણી, લેડી કેર, વછરાજાની, વાત્સલ્ય, શિવમ, શિવાલીક, શ્રદ્ધા, શ્રીજી, સતનામ, સત્યસાઇ, સન્માન, સાકેત, સાગર, સાની, સુવિધા, સોહમ, સૌમ્ય, સૌરાષ્ટ્ર કોવિડ, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન, હિલવિલ, સરકારી હોસ્પિટલ અને મેડીકલ કોલેજના દસ બિલ્ડીંગ, મંગલમ, જયનાથ, નિલકંઠ, સૌરાષ્ટ્ર, પરમ, સમરસ, ઉદય, શ્રેયસ, ઓરેન્જ હોસ્પિટલોનો સમાવેશ થાય છે.