રાજપીપલા : નર્મદા નદીમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં વીજ ઉત્પાદન ભર ઉનાળે બંધ પડ્યું છે. હાલ નર્મદા ડેમ 125.57 મીટરે થતા rbph પાવરહાઉસ બંધ કરવાની નોબત આવી છે. હાલ ઉનાળો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે તેમજ રાજ્ય સરકારે જનતાને પીવાનું પાણી મળી રહે સિંચાઇનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે.
જેને કારણે હાલ રિવર બેડ પાવર હાઉસના ટર્બાઇન બંધ કરી દેતા વીજ ઉત્પાદન પણ બંધ થયું છે. જેને કારણે કરોડો રૂપિયાની વીજ આવક પણ બંધ થઈ જવા પામી છે.પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની જવા પામી છે.
એ ઉપરાંત નર્મદા નદી સુકાઈ જવાને કારણે ક્રુઝ બોટ પણ બંધ થશે. નર્મદામાં પાણી નહીં હોયતો ક્રુઝ બોટ પણ ચાલી નહિ શકે. કૃઝ બોટ પણ બંધ થઈ જશે. હાલ નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી એકતા ક્રુઝ બોટ બંધ કરવામાં આવીછે
29 માર્ચ થી 15 દિવસ માટે એકતા ક્રુઝ બોટ બંધ રહેશેજ્યાં સુધી નદી માં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી ક્રુઝ બોટ સેવા બંધ રહેશે
નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે.
એટલે કે, નર્મદા નદી એકદમ સુકીભઠ્ઠ થઇ ગઈ છે એટલે જે 20થી 25મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે નહીંઆમ એકતા ક્રૂઝ બોટ પણ પાણીના
અભાવે બંધ કરવામા આવી છે. ક્રૂઝ બોટને એક બાજુ જુના બ્રિજ સાથેબાંધી દેવામાં આવી છે.
ફરી હવે ચોમાસામાં પાણી આવશે કે કોઈ મોટા નેતાનો પ્રોગ્રામ આવશે.ત્યારે ક્રુઝ કરવામાં આવશે. ત્યાં સુધી એકતા ક્રૂઝ બોટ બંધ રાખવામાં આવશે
.તેથી હવે પ્રવાસીઓ ક્રૂઝ બોટનો
લાભ ઉઠાવી શકશે નહીં આગામી દિવસોમાં ચૈત્રી પંચકોશી પરિક્રમા પણ શરૂ થવાની છે ત્યારે નર્મદા માં પાણી નહીં હોય તો પરિક્રમા વાસીઓની પરિક્રમા બગડશે. નર્મદામાં પાણી નહીં હોય તો પ્રવાસીઓ માટે નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે તેથી શ્રદ્ધાળુઓની લાગણી પણ દુભાશે