લોન્ગ - કોવિડ બાદ દર્દીની હાલત શું થાય છે જાણો

લોન્ગ - કોવિડ બાદ દર્દીની હાલત શું થાય છે જાણો

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે સમજવાની જરૂર છે કે કોરોનાના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા જોવા મળે છે. પણ તેની ગંભીરતા વધારે છે. રિસર્ચ અનુસાર કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીમાં વધારે થાક લાગવો, શ્વાસ ચઢવો અને માંસપેશીઓમાં દર્દ થવા જેવી તકલીફો મહિનાઓ સુધી રહે છે. આ સ્થિતિને લોન્ગ-કોવિડ કહેવાય છે. તેમાં સંક્રમણથી બહાર આવ્યા બાદ પણ લોકોમાં કોરોનાના લક્ષણો 3 મહિના સુધી જોવા મળે છે. આ સમસ્યા એવા લોકોમાં વધારે રહે છે જેમને કોરોના લાંબા સમય સુધી રહ્યો હોય.
એક રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીને થાક લાગે છે, શ્વાસ ચઢે છે અને શરીરમાં દુખાવો રહે છે. એટલું  જ નહીં તે કંઈ વસ્તુ પકડે તો પણ તેનો હાથ ધ્રૂજવા લાગે છે. આ દર્દીઓને સીડી ચઢવામાં પણ  શ્વાસ ચઢે છે. દર્દીમાં લાંબા સમય સુધી આ લક્ષણ કેમ રહે છે. તેનું કારણ તેમને લાંબા સમય સુધી થયેલો કોરોના છે. તેની અસર માનસિક સ્થિતિ પર પણ થાય છે. ન્હાવા અને કપડાં પહેરવાના કામમાં પણ થાક લાગે છે. અનેકવાર ચાનો કપ ઉઠાવવામાં પણ તકલીફ પડે છે. શરીરમાં દર્દ રહે છે. કેટલાક દર્દીઓ તો લોન્ગ - કોવિડ સામે લડાઈ લડ્યા બાદ વ્હીલચેરમાં જ સમય પસાર કરી રહ્યા છે. તેમને હાથ હલાવવામાં પણ મુશ્કેલી પડે છે.