લીંબડી : પ્રિસાઈન્ડિંગ ઓફિસર સહિતનો સ્ટાફ મતદાન મથક જવા રવાના થયો

લીંબડી મોડલ સ્કૂલ તેમજ લીંબડી સેવા સદન માંથી ચૂંટણી મટેરિયલ લઈ પ્રિસાઈન્ડિંગ ઓફિસર સહિત નો સ્ટાફ મતદાન મથક જવા રવાના થયો
જિલ્લા તથા તાલુકા પંચાયતના મતદાન મથકો માં 650 જેટલા કર્મચારી, શિક્ષકો, પોલીસ ટિમ એમ ટોટલ સ્ટાફ સહિતના મતદાન મથકો ઉપર ફરજ બજાવશે....
તેમજ લીંબડી નગરપાલિકા ના કુલ 7 વોર્ડ ના 28 બેઠકો માટે 41 બુથો માટે 46 પ્રિસાઇન્ડિગ, 56 હેલ્થ, 14 ડિસપેચ સ્ટાફ, 7 બસ, 8 જીપો, તેમજ પોલીસ ટિમ સહિત 205 સ્ટાફ સાથે રવાના કરાઈ
લીંબડી તાલુકા માં 12 રૂટ હોય કર્મચારીઓ પોતાને ફાળવેલ રૂટ માં બસ માં બેસી મતદાન મથક પહોંચવા રવાના થયા
લીંબડી તાલુકા ની 18 અને જિલ્લા પંચાયત ની 4 બેઠક તેમજ લીંબડી નગરપાલિકા ના કુલ 7 વોર્ડ ની 28 બેઠકો માટેની ચૂંટણી આવતી કાલે હોય લીંબડી તાલુકા ના ચૂંટણી કામગીરી માં ફરજ પર નિમણુંક કરેલ કર્મચારીઓ લીંબડી મોડલ સ્કૂલ તેમજ લીંબડી સેવાસદન પહોંચ્યા હતા પ્રિસાઇન્ડિંગ ઓફિસર થી તેમજ પોલીસ સહિત લઈ બંદોબસ્ત માં નિમણુંક કરેલ કર્મચારીઓ પોતાના મતદાન મથક ઉપર ઇ.વી.એમ મશીન થી લઈ મતદાન મથક પર ની તમામ સામગ્રી લઈ પોતાને ફાળવેલ રૂટ માં બેસી મતદાન મથક જવા રવાના થયા હતા