સાયણ : જીવનરક્ષા હોસ્પિટલને ઓક્સિજનની મોટી ભેટ

કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનની અછત વચ્ચે રીતસર જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો.કોરોના સંક્રમિત દર્દીના સગા કલાકો સુધી ઓક્સિજન સિલિન્ડર મેળવવા લાઈનમાં ઉભા રહેતા હતા છતાં ઓક્સિજન સિલિન્ડર મળતો નોહતો.હાલ તો પરિસ્થિતિ નોર્મલ બની છે પરંતુ ઓક્સિજનની કિંમત સમજાઈ ગઈ છે ત્યારે ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામના એન.આર.આઈ પરિવારે 18 લાખ રૂપિયાના ખર્ચે સાયણ સુગર સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ ને ઓક્સિજન પ્લાન્ટ દાન કરી માનવતાના દર્શન કરાવ્યા છે.આ ઓક્સિજન પ્લાન્ટ આવનાર સમયમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.જીવનરક્ષા હોસ્પિટલ ને અત્યાર સુધી મળેલા દાન માં આ સૌથી મોટું દાન છે.જીવનરક્ષા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ દાતાનો આભાર માન્યો હતો