સુરત અતુલ વેકરીયા કેસમાં કાયદો કાયદાનું કામ ન કરતા માત્ર ભાજપના ઈશારે કામ કરતો હોવાની કોમેન્ટો

સુરત અતુલ વેકરીયા કેસમાં કાયદો કાયદાનું કામ ન કરતા માત્ર ભાજપના ઈશારે કામ કરતો હોવાની કોમેન્ટો

સુરતના વેસુ વિસ્તારમાં બનેલી ચકચારીત ડ્રિંક એન્ડ ડ્રાઈવ રન કેસમાં આરોપી અતુલ બેકારીના માલિક અતુલ વેકરીયા સામે ઉમરા પોલીસે અકસ્માતની હળવી કલમો લગવાતાં ઠેર ઠેર વિરોધ સાથે પોલીસ કાર્યવાહી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા સામે સોશિયલ મીડિયા ઉપર ભારે રોષ સાથે બોયકોટ અતુલ બેકરી પ્રોડક્ટને લઇ અભિયાન છેડવામાં આવ્યું છે.
ચકચારીત અકસ્માતની ઘટનામાં જે રીતે ધારાસભ્યના દબાણ વશ થઇ ઉંમરા પોલીસે આરોપીને બચાવવા કાર્યવાહી કરી છે તે જોતા સુરત ભાજપના દિગ્ગજ નેતાઓ અતુલ વેકરીયાની સાથે છે જેથી મૃતક પરિવારને ન્યાય નહિ મળે.
દીકરીના મૌત ઉપર ભાજપના શાસકોએ એક વેપારીને બચાવવાનો સોદો કર્યો છે.
અતુલ વેકરીયા યુવા ધારાસભ્યં અને સાંસદનો માનીતો હોઈ તેને કઈ નહિ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર ભાજપ નેતા અને અતુલ વેકરીયા સાથેના ફોટા ફરતા કરીને લોકો દ્રારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. અતુલ વેકરીયા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે અતુલ્ય દિવસ તરીકે ઉજવણી કરી હતી ત્યારે ભાજપાના નેતાઓએ વાહ વાહી મેળવી હતી જેનું ઋણ અદા કરતા હોઈ નતમસ્તક થઇ બચાવના કામે લાગ્યા છે.
અકસ્માત બાદ સોશિયલ મીડિયા ઉપર લોકો અતુલ વેકરીયાને લઈને જાત જાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે. જેમાં વિશેષ અતુલ વેકરીયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પદાધિકારીઓ સાથેના સંબંધો ઉજાગર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા એટલો આક્રોષ છે કે કેટલાક લોકોએ અતુલ બેકરીના સામાનનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી દીધી છે અને સાથે જ કેટલાક યુઝર્સએ અતુલ વેકરીયાને હત્યાનો આરોપી ગણાવી સખત સજાની માંગ કરી છે.
અકસ્માત બાદ ભારતીય જનતા પાર્ટીના કેટલાક સમર્થકોએ અતુલ વેકરીયાના બચાવમાં સોશિયલ મીડિયા ઉપર કેમ્પેઈન શરૂ કર્યું છે જાણે તેઓ નિર્દોષ હોય એ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં લખવામાં આવી રહી છે. અતુલ વેકરિયાના બચાવમાં આવેલા કેટલાક ભાજપના સમર્થકો સોશિયલ મીડિયામાં ઉતર્યા છે ત્યારે રોષે ભરાયેલા લોકોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યા છે અને લખ્યું છે કે તમે હત્યારાનો બચાવ કરી રહ્યા છો.
તો કોઈ કે લખ્યું છે કે તમારા પરિવારની દીકરી સાથે આવું થયું હતે ત્યારે પણ તમે આમ જ બચાવ કરવા નીકળી પડતે ?
કેટલાકે લખ્યું છે કે દોસ્તી હોઈ તો ભાઉ જેવી, હિટ એન્ડ રન કેસમાં યુવતીનું મૃત્યુ થયું હોઈ ને આરોપીને 24 કલાકમાં જામીન મળી ગયા.
પોલીસે અજાણયા વિરોધ ગુનો નોંધ્યો ને આરોપીનું નામ પણ નહિ.
સીસીટીવી ફૂટેજ હોવા છતાં અને ઘટના સ્થળે પોલીસે આરોપીને પકડ્યો હોવા છતા આરોપીનો કેમ બચાવ ?
આમ લોકો જાત જાતની સોશિયલ મીડિયા ઉપર કમેન્ટ કરી રહ્યા છે કે ભાજપ નેતાઓના સહારે હત્યારો બિન્દાસ થઇને નિર્દોષ હોય તે રીતે જામીન લઇને બહાર ફરી રહ્યો છે. સામાન્ય વ્યક્તિ આ પ્રકારની ઘટના કરે છે ત્યારે તેને જામીન મળતા નથી અને દિવસો સુધી જેલમાં રહેવું પડે છે ત્યારે માત્ર ભાજપના દિગ્ગજ નેતાઓના ઈશારે ઉમરા પોલીસે અતુલ વેકરીયા સામે કેમ સહાનુભૂતિ દેખાડી ? અને કેમ હળવી કલમ લગાડી. આના પરથી સ્પષ્ટ છે કે અતુલ વેકરીયાને બચાવવા પડદા પાછળ પ્રજાના ચૂંટાયેલા નેતાઓ કામે લાગી ગયા છે જેના માટે આમ જનતા કરતા વીવીઆઈપી વેપારીની કિંમત વધારે છે. જનતાના બની બેઠેલા જન પ્રતિનિધિઓએ દીકરીના મૌતનો સોદો કરી નાખ્યો હોઈ તેમ ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં અતુલ વેકરીયા સામે પોલીસે નિષ્પક્ષ તપાસ કરી કાયદાકીય પગલાં લેવા જોઈતા હતાં તે લીધા ન હોવાથી આમ જનતામાં ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ રહી છે. લકઝુરિયસ ગાડી બેફામ હંકારીને એક નિર્દોષ યુવતી ઉર્વશી ચૌધરીને કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધી છતાં પણ અતુલ બેકરીના માંલિક સામે કાયદો જાણે વામણો પુરવાર થઇ રહ્યો છે ત્યારે હાલ કાયદો કાયદાનું કામ ન કરતા માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર કામ કરતો હોઈ તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.