સુરત : ઉદ્યોગનગર રોડ નંબર 6 ખાતે ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા

ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 6 ખાતે આવેલ ઓટોમોટીવ પ્રેસીંગ પ્રાઈવેટ લીમીટેડ નામની ફેક્ટરીમાં ત્રાટકેલા તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે રહેતા હોર્મઝધ્યાર પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 6 પર ઓટોમોટીવ પ્રેસીંગ પ્રાઈવેટ લીમીટેડ નામે ફેક્ટરી ધરાવે છે જે ફેક્ટરીને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી હતી. અને ફેક્ટરીની બારીમાં લગાડેલ લોખંડની ગ્રીલ તોડી ફેક્ટરીમાં પ્રવેશી લોખંડના કબાટમાંથી મોંઘાદાટ લેપટોપ અને પ્રિન્ટરની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.