સુરત : ઓટો રીક્ષાની ચોરી કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

પુણા પોલીસ મથકની હદમાંથી ઓટો રીક્ષાની ચોરી કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 11 જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમના આધારે મુળ મહારાષ્ટ્રનો અને હાલ રૂસ્તમપુરા ખઆતે રહેતા રીઢા ચોર એવા રહીમ સત્તા શેખેન ઝડપી પાડી તેની પાસેની રીક્ષાની તપાસ કરતા તે ચોરીની હોવાની કબુલાત કરી હતી. પોલીસે રીઢાની ધરપકડ કર્યા બાદ વધુ પુછપરછ કરતા પુણા પોલીસ મથકની હદમાંથી જ રીઢાએ 11 જેટલી ઓટો રીક્ષાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. વધુમાં ઝડપાયેલા રીઢાએ જણાવ્યુ હતું કે તે સરદાર માર્કેટ પાસે ઉભો રહી શાકભાજીના પોટલાની ફેરી મારતા રીક્ષા ચાલકો પોતાની રીક્ષા પાર્ક કરી ભાડુ શોધવા માર્કેટની અંદર જતા હોય જેથી તેઓની રીક્ષા ચોરી કરી જતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.