સુરત : કતારગામ નિર્મલ ઈન્ડસ્ટ્રીઝ પાછલ એક યુવાનની હત્યા

કતારગામ નિર્મલ ઈન્ડસ્ટ્રીઝ પાછળ રેલ્વે ટ્રેક પાસેના ખુલ્લા પ્લોટમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નેપાળી સુરજ સોની વિશ્વકર્મા કે જે હાલ કતારગામ પોલીસ મથક પાસે આવેલ સરદાર કોમ્લેક્ષમાં વોચમેનના રૂમમાં રહે છે તેના પુત્ર અર્જુનની હત્યા કરાયેલી લાશ કતારગામ નિર્મલ ઈન્ડસ્ટ્રીઝ પાછલ રેલ્વે ટ્રેક પાસે ખુલ્લામાંથી મળી આવી હતી. ગળાના ભાગે ડાબી બુજા તથા જમણા પગે ઘુટણ પાછલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અજાણ્યાઓએ અર્જુનની હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસને જાણ થતા તાત્કાલિક કતારગામ પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.